મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લા યોગ કો- ઓર્ડીનેટર તરીકે મોરબીના વાલજીભાઈ ડાભીની નિમણુંક કરવામાં આવી છે.તેઓ હાલ મોરબી જિલ્લામાં કરાટે માસ્ટર અને યોગ કોચ તરીકે કાર્યરત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગામડાઓ અને ઘર-ઘર સુધી યોગ પહોચાડવા માટે યોગ બોર્ડ સતત પ્રયાસો કરે છે.ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં યોગ કો- ઓર્ડીનેટર તરીકે વાલજીભાઈ ડાભીની નિમણુંક કરવામાં આવી છે.તેઓએ યોગમય જીવનશૈલી નામનું સરળ અને કલરફૂલ ભારતીય યોગપરંપરાનું દર્શન કરાવતા ગ્રંથનું પ્રકાશન કરેલ હતું.યોગ ટ્રેનર દ્વારા મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં એક મહિનાના યોગ વર્ગો પણ ચલાવવામાં છે.તેઓ હાલ મોરબી જિલ્લામાં કરાટે માસ્ટર અને યોગ કોચ તરીકે કાર્યરત છે.તેઓ મોરબીને યોગમય બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે અને તેમની સેવાનો લાભ લોકોને મળે એવી શુભકામનાઓ લોકોએ પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..