માળીયા : માળીયાના જાજાસર ગામે પવનચકીમાંથી રૂ. ૨૮ હજારની કિંમતના કેબલ વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર માળીયા મી.ના વવાણીયા રહેતા મેઘુભા માણજીભા પરમાર (ઉ.વ.૬૮) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૧ જૂનના રોજ રાત્રીના અગીયાર વાગ્યાની આસપાસ માળીયાના જાજાસર નજીક જલારામ સોલ્ટની બાજુમા ફરિયાદીની સુઝલોન કંપનીની પવનચકી નંબર VM ૪૪ નુ કોઇ અજાણ્યા ઇસમોએ તાળુ તોડી પવનચકીના કોપરના કેબલ વાયર કુલ ૭૦૦ મીટર કિમંત રૂપીયા આશરે રી. ૨૮,૦૦૦ નો કાપી ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ ચોરીની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.