માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના મોટા દહિંસરા જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોનો નાના દહિંસરા ગામે સન્માન સમારોહ યોજાયો હતો. મોટા દહિંસરા 14 જીલ્લા પંચાયતના ભાવનાબેન રમેશભાઈ કાસુન્દ્રા તથા બોડકી સીટના મનિષાબેન નાટડા, બગસરા સરસ્વતીબેન કાવર, ભાવપર - સંગીતાબેન સરડવા, સરવડ - કાંતાબેન સરડવા, મોટા દહિસરા 1 - વિજય મૈયડ, મોટા દહિસરા 2 - રમેશભાઈ ફુલતરીયા, મેઘપર- કાંતાબેન વડાવિયા, વવાણીયા - સંગીતાબેન કૈલા એમ કોંગ્રેસના ઉમેદવારોનો નાના દહીસરા ગામે સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસના અગ્રણી જંયતીલાલ જેરામભાઇ પટેલ, કે. ડી. બાવરવા, લક્ષ્મણભાઇ કંઝારીયા, રાજુભાઈ જારીયા, છગનભાઈ સરડવા, રમેશભાઈ કાસુન્દ્રા સહિતના આગેવાનો અને નાના દહીસરાના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.