તા.3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના યુવાનોને રસીકરણ અભિયાન શરુ કરાશે માળીયા : કોરોના મહામારી હજુ પૂર્ણ થઇ નથી અને સંભવિત ત્રીજી લહેરને પગલે સરકારે 15 થી 18 વર્ષના તરુણ-યુવાનોને રસી આપવાનો નિર્ણય લીધો હોય જે અંતર્ગત માળિયા તાલુકામાં 1630 યુવાનોને રસીનો ડોઝ આપવામાં આવશે. માળિયા મિયાણા તાલુકાના 15 થી 18 વર્ષની વયના 1630 વિદ્યાર્થીઓને તા. 3 જાન્યુઆરીથી કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવશે જે તે શાળા અને કોલેજમાં જ રસીકરણ કેમ્પ યોજી રસીનો ડોઝ અપાશે તેમ માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.નિરાલી ભાટિયા એ જણાવ્યું હતું.