પોલીસે પ્રોહી એક્ટ કલમ ૭૦(ક) મુજબ ગુન્હો નોંધ્યો માળીયા : મોરબીમાં ગઈકાલે પોલીસે દેશી દારૂ બનાવવા ઉપયોગના લેવાતો અખાદ્ય ગોળોનો વિશાળ જથ્થો જપ્ત કર્યા બાદ માળીયા પોલીસે પણ 11 અખાદ્ય ગોળના ડબ્બા સાથે એક વ્યક્તિને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. માળીયા પોલીસે જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં દરોડો પાડી સનભાઇ સલીમભાઇ મોવરના કબ્જામાંથી પાસ પરમીટ કે આધાર વગર પોતાની કરીયાણાની દુકાનમા અખાધ્ય ગોળ ભરેલ 11 ડબ્બામા (સડેલો ગોળ)આશરે 165 કીલોગ્રામ કિંમત રૂપિયા 3300 રાખી મળી આવતા પ્રોહીબિશન એકટની કલમ 70 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.