મોરબી : મહેન્દ્રનગર ગામે ભાજપ અગ્રણીએ સ્વખર્ચે આધુનિક ચબૂતરાનું નિર્માણ કરાવી પક્ષીપ્રેમનો પરિચય કરાવ્યો હતો. મોરબીના મહેન્દ્રનગર ગામે મહાકાળી ચોકમા ગરબી મંડળનો ગરબીનો સામાન ભરવા માટેના રૂમો તથા પક્ષી ઘર બનાવવા માટે ભાજપ અગ્રણી જીજ્ઞેશ હંસરાજભાઇ કૈલાએ ૪,૫૧,૦૦૦ રૂપિયા અર્પણ કર્યા હતા. આ તકે મહાકાળી ચોક ગરબી મંડળના આગેવાનો દ્વારા કૈલા પરીવારનુ અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ પશુઓ માટે પશુ ઘર છે પણ પક્ષીઓ માટે કોઈ વ્યવસ્થા નથી. ત્યારે આ ચબૂતરા ઘરને આધુનીક રીતે બનવવામાં આવ્યું છે. જેમાં પક્ષીઓના રહેવાની અને પીવાના પાણીની તેમજ ચણસંગ્રહ ઘર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..