મોરબી : ગૃહમંત્રીની સૂચનાને પગલે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે ફરિયાદને આધારે એલસીબીએ બળજબરીથી ધાક ધમકી આપી ઉંચુ વ્યાજ વસુલનાર માળિયાના શખ્સ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી દ્વારા વ્યાજખોરોની ગેરકાયદેસ પ્રવૃત્તિ અટકાવવા સારૂ ઝુંબેશ રાખેલ હોય, આવી ગેરકાયદેસર પ્રવિત્ત અટકાવવા સારૂ અલગથી એક ટીમની રચના કરેલ હોય, જે અનુસંધાને એલસીબી દ્વારા ઉંચા વ્યાજે નાણા ધિરધાર વિરૂધ્ધ ભોગબનનારની ફરીયાદ અરજી અન્વયે આરોપી જયરાજભાઇ જીવણભાઇ સવસેટા રહે. દેવગઢ તા.માળીયા જી.મોરબી વાળા વિરૂધ્ધ આઇ.પી.સી.ની ભારે કલમો મુજબ ભોગબનનારની ફરીયાદ લઇ મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.