યુવાને વ્યાજ અને મુદલ ચૂકવી દેવા છતાં છરી બતાવી ઉઘરાણી કરતા ફરિયાદમોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા યુવાને વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ સાથે નાણાં ચૂકવી દેવા છતાં વ્યાજખોરે પોતાના સાઢુભાઈ અને સાળા સાથે આવી યુવાનને છરી બતાવી બળજબરીથી વધુ નાણાં પડાવવા પઠાણી ઉઘરાણી કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા આશિષભાઈ રમેશભાઈ પાડલીયાએ આરોપી હર્ષદ અમરશીભાઈ લિખિયા તેમના સાઢુભાઈ નરેન્દ્રભાઈ અને સાળો લાલભાઈ જયંતીભાઈ વિડજા રહે.મહેન્દ્રનગર ચોકડી મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ આશિષભાઈને રૂપિયાની જરૂરત પડતા 5.50 લાખ આરોપી પાસેથી વ્યાજે લઈ બાદમાં 5.50 લાખ મૂડી અને 85 હજાર વ્યાજ ચૂકવી દીધું હતું.જો કે આરોપી હર્ષદ લિખિયા વ્યાજ અને મૂડી ચૂકવી દેવા છતાં અવાર નવાર વધુ નાણાં આપવા ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતો હતો જેમા ગઈકાલે આરોપીએ લક્ષ્મીનગર આવી છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી ઝઘડો કરતા બનાવ અંગે આશિષભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાણાં ધીરધારની કલમો અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.