મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા અમીનાબેન રમેશભાઇ ભંખોડીયા ઉ.34 નામના પરણિત મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.