ટંકારા : ટંકારાના લખધીરગઢ ગામે કોરોના સામે રક્ષણ માટે ગરમાગરમ ઉકાળો બનાવી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કાળમા શરીરની શક્તિ અને સ્વાસ્થ્ય સારું રહે એ માટે આરોગ્યવર્ધક ઉકાળો જરૂરી છે. તેમજ વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ ઠંડુબોર થઈ ગયુ છે. ત્યારે શરીર ઉકાળો પીવો ફાયદાકારક છે. આથી, લખધીરગઢ ગામે સેવાભાવીઓ દ્વારા ત્રણ દિવસ ઔષધિય ઉકાળો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યમા સમસ્ત નગરજનો અને ખાસ કરીને પ્રવિણભાઈ મનસુખભાઈ ફેફર, નરભેરામભાઈ સવસાણી, વિનોદભાઈ કંકાસણી, નાગજીભાઈ સહિતના સેવાભાવીઓએ ભારે જહેમત ઉઠાવી છે.