મોરબી : ખેલ મહાકુંભમાં સુરત ખાતે યોજાયેલ ટેક વિન્ડો સ્પર્ધામાં મોરબીની બાળાએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકાર ખેલ મહોત્સવ અંતર્ગત હાલમાં સુરત રમાઈ રહેલી ગુજરાત ખેલ મહાકુંભમાં મોરબીની આઠ વર્ષની દીકરીએ મેદાન માર્યું છે.મોરબીની નાલંદા વિદ્યાલયનું પ્રતિનિધિત્વ કરી રહેલી ધોરણ-૨માં અભ્યાસ કરતી આરાધ્યા મહેન્દ્રભાઈ પંડયાએ કોચ તોશિત શેઠના માર્ગદર્શનથી ટેક વિન્ડોમાં તૃતીય ક્રમાંક મેળવતા અભિનંદનની વર્ષા થઈ રહી છે.