મોરબી : મોરબીના ખાનપરમાં જન્મદિવસ પર વ્યર્થ ખર્ચ કરવાને બદલે પર્યાવરણને ઉપયોગી બનવા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં રહીશ રાજેન્દ્ગ મોહનભાઈ ઘોડાસરાની દીકરી પ્રિતના જન્મદિવસની ઉજવણી નિમિતે વૃક્ષોના રોપા જેવા કે ચંપો, જાસુદ, ગુલાબ,જાબુડા, લીબુ,દાડમ, ચીકુ,જામફળ વગેરેનું વિતરણ ખાનપર,મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.