જસદણ પોલીસે 16.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : રાજકોટ જિલ્લાનાં જસદણ નજીક આવેલ લીલાપુર ગામની વાડીમાં ધમધમતા જુગારધામમાં જુગાર રમવા ગયેલા મોરબીના ચાર સહિત કુલ 26 જુગારીઓની પોલીસે 16.14 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના લીલાપુર ગામની સીમમાં મુકેશ શંભુભાઈ ડોબરીયાની વાડીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા મોરબી જેતપરના ભાવેશ બાલુ સતાપરા, સતીશ ચંદુભાઈ જાનવા, શનાળા રોડ ઉપર રહેતા અશોક નાથાભાઇ અઘેરા અને નવલખી રોડ ઉપર રહેતા કાંતિ અમરશીભાઈ રાવસાણી સહિત કુલ 26 જુગારીઓ 16.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ જતા પોલીસે જુગારધારા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..