વાંકાનેર : વાંકાનેરના જાંબુડિયા ગામે સીમની ઓરડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી તાલુકા પોલીસે એક શખ્સની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે જાંબુડિયા ગામની સિમ ઉપર દરોડો પાડીને ઓરડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી રાજુ કેહરસિંગ ડામોરની ધરપકડ કરી હતી. આ સાથે ૩૫ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ. ૧૧,૦૯૦નો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.