દારૂના નશામાં ઘેર આવી ઘરેણા અને વાહન વેચી નાખવાનું કહી જાહેરમાં અશ્લીલ હરકતો કરીહળવદ : હળવદ તાલુકાના ઇશનપુર ગામે દારૂ અને જુગારના રવાડે ચડી ગયેલા નશાખોર શખ્સે બે દિવસ પૂર્વે નશાની હાલતમાં ઘેત આવી વાહન અને ઘરેણાં વેચી મારવાનું કહી પિતાને જેમ ફાવે તેમ ગાળો ભાંડી શેરીમાં પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાની સાથે બહેનને લાકડાના ધોકા વડે માર મારતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઇશનપુર ગામે રહેતા વયોવૃદ્ધ છનાભાઈ કાનભાઈ મકવાણા ઉ.63એ પોતાના સગાપુત્ર આરોપી પરાક્રમ ઉર્ફે પ્રકાશ ઉ.24 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી પ્રકાશને દારૂ પીવાની તેમજ જુગાર રમવાની આદત હોય અવાર નવાર ઘરમાં ઝઘડાઓ કરે છે જેમાં ગત તા.27ના રોજ આરોપી પ્રકાશ નશાની હાલતમાં ઘેર આવ્યો હતો અને ફરિયાદીને ગાળો ભાંડી વાહન તેમજ ઘરેણાં વેચી મારવાનું કહી પેન્ટ ઉતારી શેરીમાં અશ્લીલ હરકતો કરી સગી બહેન એવા જ્યોતિબેનને લાકડાના ધોકા વડે માર માર્યો હતો.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપ શરૂ કરી છે.