કવાડીયા ચેકપોસ્ટે પોલીસે બન્નેને ઝડપી લઈ ઇકો કબ્જે કરીહળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર કવાડીયા ચેકપોસ્ટે ખાતે પોલીસે ચેકીંગ દરમિયાન ઇકો કાર ચાલક સહીત બે શખ્સોને વિદેશી દારૂના 134 ચપલા સાથે ઝડપી લઈ 3 લાખની ઇકો કાર સહિત 3,13,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર કવાડીયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમિયાન GJ.36.AC.8135 નંબરની ઇકો કાર ચેક કરતા આરોપી જયેશભાઈ મોહનભાઈ પરમાર, રહે. બસ સ્ટેન્ડ પાછળ તા.હળવદ અને મોહીત હસમુખભાઈ પરમાર રહે. બસ સ્ટેન્ડ પાછળ, હળવદ વાળાના કબ્જામાંથી વાઈટ લેસ વોડકાના ચપલા નંગ-134 કિંમત રૂપિયા 13,400 મળી આવતા પોલીસે 3 લાખની કાર સહિત 3,13,400નો મુદામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.