હળવદ : હળવદના ભવાનીનગર ઢોર વિસ્તારમાં સાળાના ઘરે વજનકાંટો લેવા ગયેલા મુકેશભાઈ કુરિયા નામના ફ્રૂટના વેપારીને જુના ઝઘડાનો ખાર રાખી આરોપી અજય જીવરાજભાઇ કુંઢીયા તથા ગગજી જીવરાજભાઇ કુંઢીયા રહે બન્ને- હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તાર વાળાઓએ લાકડાનો ધોકો તેમજ સ્ટીલના પાઇપ વડે માર મારી માથું ફોડી નાખતા મુકેશભાઈના પત્ની ચંદ્રીકાબેને બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.