ઘરના સભ્યો બહારગામ ગયા હતા ત્યારે યુવાન પંખે લટકી ગયોહળવદ : હળવદ શહેરમાં આવેલ ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા અઢારેક વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર આજે તેના ઘરે જ પંખા સાથે દુપટ્ટો બાંધી લટકી જઈ ગળે ફાંસો ખાઈ લીધો છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ ઠાકોરના દીકરા રવિએ આજે પાંચેક વાગ્યાની આસપાસ તેઓના ઘરે કોઈ ન હોય ત્યારે ઘરનો દરવાજો બંધ કરી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.બનાવની જાણ આજુબાજુના લોકોને થતા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી જેથી પરિવારજનો પણ ઘરે દોડી આવ્યા હતા.બીજી તરફ બનાવવાની પોલીસને જાણ કરાતા પોલીસ જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે.બીજી તરફ યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો છે ? તેની હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.