નગરપાલિકા દ્વારા અનેક દબાણોનું ડીમોલેશન : નડતરરૂપ 11 લારીઓ પણ જપ્ત કરાઈહળવદ : હળવદ નગરપાલિકાએ આજે એક્શન મોડમાં આવીને મુખ્યમાર્ગો ઉપર નડતરરૂપ દબાણો ઉપર ડીમોલેશન હાથ ધર્યું હતું. ઉપરાંત દુકાનદારો તથા લારીધારકોને હવે ફરી દબાણ ન કરવાની કડક સૂચના પણ આપી હતી.હળવદ શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય, નગરપાલિકાએ આજે દબાણો ઉપર ડીમોલેશન હાથ ધર્યું હતું. જેમાં સરા ચોકડીથી સરા નાકા અને ત્યાંથી દશામના મંદિર સુધી દબાણો દૂર કર્યા હતા. આ ઉપરાંત રોડ ઉપર નડતરરૂપ 11 જેટલી લારીઓ હતી તેને જપ્ત કરવમાં આવી હતી. વધૂમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આસપાસ દબાણ થયાની ફરિયાદ મળી હતી. જેથી ત્યાંથી પણ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.