હળવદ : હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા અનુસૂચિત જાતિના વૃદ્ધની વાડીએ જવાનો રસ્તો બંધ કરી દઈ સાત શખ્સોએ જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખી જમીનમાં દાટી દેવા ધમકી આપતા એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા નાગરભાઈ કલાભાઈ પરમાર ઉ.64 નામના વૃદ્ધની વાડી ખેતરે જવાનો રસ્તો બંધ કરી દઈ આરોપી (૧) ધીરૂભાઇ પોપટભાઇ દલવાડી (૨) માવજીભાઇ ધરમશીભાઇ દલવાડી (૩) મનસુખભાઇ શીવાભાઇ દલવાડી (૪) ધર્મેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ કણઝરીયા (૫) ત્રીકમભાઇ અમરશીભાઇ દલવાડી (૬) જગદીશભાઇ મગનભાઇ રંગાડીયા અને (૭) કારૂભાઇ શીવાભાઇ દલવાડી રહે.બધા નવા ઇસનપુર વાળાઓએ રસ્તો બંધ કરી દઈ વૃદ્ધને જાનથી મારી નાખી જમીનમાં દાટી દેવાની ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુંન્હો નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.