લગ્ને-લગ્ને કુવારા ઢગાએ બીજી વાર કાંડ કર્યો.!! હળવદ : હળવદ શહેરમાંથી સગીરાને ભગાડી જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર લગ્ને - લગ્ને કુંવારા એવા પરણિત ઢગા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં રહેતી સગીરાને ગત તારીખ 24ની રાત્રીએ ગોપાલભાઈ સુમનભાઈ કોળી રહે.ખારીવાડી-હળવદ વાળો લગ્નની લાલચ આપી લલચાવી- ફોસલાવી ભગાડી ગયો હોવાની સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર પરણિત ઢગો આ અગાઉ પણ આવો કાંડ કરી ચુક્યો હોય લોકોમાં રોષની લાગણી જન્મી છે.