હળવદ : હળવદમાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હળવદ પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદમા રહેતી વિદ્યાબેન નામની ૨૦ વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે જાણ થતા હળવદ પોલીસે બનાવની નોંધ કરીને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.