પત્ની સાથે આડા સંબંધમાં ખોટા નામ કેમ આપે છે કહી નિંદરમાં સુતેલા યુવાન ઉપર હુમલો હળવદ : હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતો યુવાન પોતાના ઘેર સૂતો હતો ત્યારે વહેલી પરોઢે ઘરમાં ઘુસી આવેલા કૌટુંબિક ભાઈએ ગળા ઉપર છરી મારી દેતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા રાજુભાઇ મેરૂભાઇ બાલાસણીયા ગત તા.16ના રોજ પોતાના ઘરમાં સુતા હતા ત્યારે વહેલી સવારે ત્રણ વાગ્યે ઘરમાં ઘુસી આવેલા તેમના જ કૌટુંબિક ભાઈ કિશન ચંપકભાઇ બાલાસણીયાએ ગાલા રૂપે છરી મારી દેતા તેઓ બેબાકળા જાગી ગયા હતા. આરોપીએ હુમલો કર્યા બાદ કહ્યું હતું કે મારે તારા પત્ની સાથે કોઈ સંબંધ નથી છતાં તું મને કેમ બદનામ કરે છે તેમ કહી હુમલો કરી નાસી જતા બનાવ અંગે ફરિયાદી રાજુભાઇ મેરૂભાઇ બાલાસણીયાએ હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.