માળિયામા પોણા બે અને વાંકાનેરમા એક ઇંચ વરસાદ પડ્યો : વરસાદમાં તરબોળ થતો સર્વત્ર જિલ્લો મોરબી : મોરબી પંથકમાં સવારથી ધીમીધારે મેઘરાજા અવિરત પણે વરસી રહ્યા છે. ત્યારે સવારથી સાંજે છ વાગ્યા સુધીમા હળવદમા સવા ચાર તેમજ મોરબી, ટંકારામા સવા બે, માળિયામા પોણા બે અને વાંકાનેરમા એક ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામા આજે સર્વત્ર મેઘમહેર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસ વિરામ લીધા બાદ મેઘરાજા આજે ફરી પધાર્યા છે. જિલ્લામા આજે સવારથી જ ધીમીધારે મેઘરાજા વરસી રહ્યા છે. જેમાં છેલ્લા બે કલાક એટલે કે સાંજે 4 થી 6ના આંકડા ઉપર નજર કરીએ મોરબીમાં 13 મિમી, વાંકાનેરમા 8 મીમી, હળવદમા 18 મિમી, ટંકારામા 8 મિમી અને માળિયામા 4 મિમી વરસાદ નોંધાયો છે. આજે સવારથી સાંજના 6 વાગ્યાના વરસાદના આંકડા જોઈએ તો મોરબીમા 56 મિમી, વાંકાનેરમા 26 મિમી, હળવદ 106 મિમી, ટંકારામા 56 મિમી, માળિયામા 45 મિમી વરસાદ પડ્યો છે. જિલ્લામા હાલ પણ ધીમીધારે હજુ વરસાદ વરસવાનું ચાલુ જ છે.