ખેત મજૂરી કરવા આવેલા પરિવારમાં બનેલો બનાવ પોલીસ પણ ચોંકી ઉઠીહળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે ખેતમજૂરી કરવા આવેલા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વતની શ્રમિક પરિવારની સગીરાને પ્રસવ પીડા ઉપડયા બાદ મૃત બાળકીનો જન્મ થયો હતો અને પ્રસુતિ બાદ સગીરાનું પણ મૃત્યુ નિપજતા ચોંકાવનારી આ ઘટનામાં હળવદ પીઆઇ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે ખેત મજૂરી કરવા આવેલ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વતની સગીરાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા સારવાર માટે ગત તા.3 ફેબ્રુઆરીના રોજ મોરબી ખસેડવામાં આવતા સગીરાએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં સગીરાનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ ચોંકાવનારી ઘટના અંગે હળવદ પોલીસ મથકના પીઆઇ દ્વારા તપાસ શરૂ કરી છે અને સગીરા સાથે તેણીના વતનમાં અજુગતો બનાવ બન્યો હોવાનું હાલમાં સૂત્રો જણાવી રહ્યા છે.