મોરબી: 26 એપ્રિલ 2026 ના રોજ લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીના દિવસે હડાળા ગામે એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. ગામના યુવાન વરરાજા શૈલેષભાઈ સાનીયાએ લગ્નના વ્યસ્ત શિડ્યુલ અને મંગળ ફેરા પૂર્વે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.લગ્નના સાફામાં પહોંચ્યા મતદાન મથકેશૈલેષભાઈ સાનીયાના આજે લગ્ન હોવા છતાં, તેમણે 'પહેલું મતદાન, પછી કન્યાદાન'ના મંત્રને સાર્થક કર્યો હતો. વરરાજાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ, શૈલેષભાઈ ઘોડે સવાર થઈને વાજતે-ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા. વરરાજાને જોવા ગ્રામજનોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.યુવા પેઢી માટે પૂરો પાડ્યો પ્રેરણાદાયક દાખલોમતદાન કર્યા બાદ શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, 'લગ્ન એ જીવનનો મહત્વનો પ્રસંગ છે, પરંતુ મતદાન એ દેશના ભવિષ્ય માટેની આપણી નૈતિક જવાબદારી છે. મેં આજે મતદાન કરીને લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો છે, અને હું તમામ યુવાનોને અપીલ કરું છું કે તમે પણ સમય કાઢીને અચૂક મતદાન કરો.'ગામમાં છવાયો ઉત્સાહનો માહોલવરરાજા દ્વારા કરવામાં આવેલા આ અનોખા મતદાનની ચર્ચા આખા પંથકમાં થઈ રહી છે. વહીવટી તંત્ર અને ગ્રામજનોએ પણ વરરાજાની આ રાષ્ટ્રભક્તિ અને મતદાન પ્રત્યેની જાગૃતતાને બિરદાવી હતી. આ પ્રસંગે તેમના પરિવારજનોએ પણ સાથે રહીને મતદાન કર્યું હતું અને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો. #Morbi #MorbiUpdate #Elections2026 #Hadala #Voting #PehluMatdanPachhiKanyadan #Democracy #GujaratElections