તહેવારની મોસમમાં પીધેલાઓને વીણી વીણીને પકડતી પોલીસ મોરબી : સાતમ આઠમના તહેવાર આવતા જુગારીયાઓની જેમ પીધેલાઓની સંખ્યા પણ વધી છે ત્યારે પોલીસ પણ પીધેલાઓને વીણી-વીણીને પકડી રહી છે. જેમાં ગઈકાલે ગ્રીન ચોકમાંથી કબૂતર નામે ઓળખાતા શખ્સને છાકટો બની બકવાસ કરતા મળી આવતા પોલીસે કબૂતરનું નશાનું ભૂત ઉતારી નાખ્યું હતું. આ ઉપરાંત જિલ્લાભરમાંથી સંખ્યાબંધ પીધેલા આરોપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં પોલીસે પીધેલા શખ્સો વિરુદ્ધ તવાઈ ઉતારી હતી જેમાં ગ્રીનચોક પાસેથી દિવ્યેશ ઉર્ફે કબુતર વસંતભાઇ સાંચલા, કાલિકા પ્લોટ સતવારા જ્ઞાતિની બોર્ડિંગ નજીકથી પ્રેમજીભાઈ વેલજીભાઈ ચૌહાણ, પંચાસર રોડ ન્યુ ચંદ્રેશનગરમાંથી યુવરાજભાઇ મનહરભાઇ ગઢીયા, વેજીટેબલ રોડ ઉપરથી વિપૂલભાઇ દાનસીંગભાઇ રાઠોડ, રાજપર ગામેથી દિનેશભાઇ જીવરાજભાઇ ધોળકીયા, માણાબા ગામ જવાના રસ્તા ઉપરથી અબ્દુલભાઇ હબીબભાઇ જેડા અને માળીયા રેલવે સ્ટેશન નજીકથી સમીરભાઇ કાદરભાઇ ભટ્ટી નામના શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..