મોરબી : મોરબી તાલુકાના ઘુટું ગામમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે. આ તમામ છ શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 20ના રોજ ઘુટું ગામમાં રામનગરી પાછળ જાહેરમાં ગે.કા. ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર-જીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા લલીતભાઇ અમરશીભાઇ પીઠડીયા, પ્રાણજીવનભાઇ લાલજીભાઇ સાંણદિયા, શીવલાલ વશરામભાઇ કાવર, હરજીવનભાઇ રમેશભાઇ સાદડીયા, મનસુખભાઇ મગનભાઇ માલાસણા અને મનસુખભાઇ ગાંડુભાઇ મેરજાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે રોકડ રૂ. 24,500 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.