હળવદ : હળવદના ઘનશ્યામપુર ગામે પૈસાની લેતી દેતી મામલે વેપારીને ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ઉમયા પાર્કમાં રહેતા અને વેપાર ધંધો કરતા રવીરાજભાઇ ભુપેન્દ્રભાઇ ઠાકર (ઉ.વ.૨૫) એ હળવદના ઘનશ્યામપુર ગામના કાળુભાઇ ખેગારભાઇ ભાટીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૭ ના રોજ સાંજના પાંચેક વાગ્યે ઘનશ્યામપુર ગામે ફરીયાદી આરોપી પાસે વાડીના ઉધળના રૂપીયા ૬,૦૦,૦૦૦ માંગતા હોય જે રૂપીયા ફરીયાદી તથા સાહેદ મહાવીરભાઇ લેવા ગયેલ હોય ત્યારે આરોપીએ ફરીયાદીને તથા સાહેદને કહેલ કે પૈસા આપવા નથી હવે પૈસા લેવા આવશો. તો જાનથી મારી નાખવા પડશે તેવી ધમકી આપી ફરીયાદીને એક ઢીકો માર્યો હોવાની ફરિયાદ નોંધવાતા હળવદ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.