હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે બાબુભાઇ કરશનભાઇ રાજપુતની વાડીયે રહી ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાં મોબાઈલ ફોને માથાકૂટ સર્જી હોવાનું સામે આવ્યું છે જેમાં ખેતમજુર જગનભાઇ નંદુભાઇ નાયક રહે-ઢાંઢેણીયા તા-નસવાડી જી-છોટાઉદેપુર નામના પિતાએ પોતાની પુત્રી રીનાબેન જગનભાઇ નાયક પાસેથી મોબાઈલ ફોન લઇ લેતા યુવતીને લાગી આવતા ખડમાં છાંટવાની બાસલીન નામની દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી.