મોરબીના મકરાણીવાસ ગેબનશા બાપુની દરગાહ પાસે મારામારીની બનાવમાં એક શખ્સ સામે નોંધાઈ ફરિયાદ મોરબી : મોરબીના મકરાણીવાસ ગેબનશા બાપુની દરગાહ પાસે ગઈકાલે સામાન્ય બાબતે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં યુવાન ઉપર એક શખ્સે લોખંડના પાઇપથી હુમલો કરી બાઇકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આસ્વાદ પાનવાળી શેરીમાં નુરાભાઇ ચકીવાળાના મકાનમા રહેતા શકીલભાઇ મહેબુબભાઇ વિકિયા (ઉ.વ.૨૧) એ આરોપી મંજુરહુશેન ઇકબાલભાઇ જીંદાણી (રહે મતવાસ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૬ ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાનુ બાઈક લઇ સાહેદ રમીદભાઇ દલનુ બાઈક લેવા માટે મકરાણીવાસ ખાતે મો.સા. પડેલ હોય જે લેવા જતા હતા. ત્યારે આરોપીએ ફરીયાદીને જેમફાવે તેમ ગાળો દેવા લાગેલ. જેથી, આરોપીને ગાળો દેવાનીના પાડતા ફરીયાદીએ બાઈક ઉભુ રાખેલ અને ઝપાઝપી કરી તેના હાથમા રહેલ લોખંડનો પાઇપ ફરીયાદીને માથાના ભાગે માર મારી ઇજા કરી ફરીયાદોના બાઈકને નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..