મોરબી : મોરબીના સરદાર બાગ સામે ભરાતી શાકમાર્કેટમાં થડો રાખવા મામલે ગઈકાલે વહેલી સવારે ત્રણ શખ્સોએ એક યુવાનને માર મારી છરી ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સરદાર બાગ સામે ભરાતી શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવેલા રઘુભાઈ હિરાભાઈ નકુમ, રહે.મહાવીરનગર પંચાસર ચોકડી બાયપાસ વાળાએ વહેલી સવારે આરોપી લાલો ઉર્ફે જુનેજ મહેબુબભાઈ પાયકની બાજુમાં ખાલી જગ્યા હોવાથી ત્યાં પોતાનો થડો રાખવા માટે પૂછતાં આરોપી લાલો ઉર્ફે જુનેજ મહેબુબભાઈ પાયક ઉશ્કેરાઈ ગયો હતો અને મારામારી કરી શાકભાજી સુધારવાની છરી પગમાં મારી દીધી હતી. આ ઉપરાંત અન્ય આરોપી અકરમભાઈ અને સિકંદર ઉર્ફે સિકલો નામના શખ્સે પણ રઘુભાઇ સાથે ઝઘડો કરી મારામારી કરતા ત્રણેય વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.