મોરબીની એક્સપોર્ટ કંપનીને ઇસીજીસી ની પોલીસી લઇને એક્સપોર્ટ કરતા પેમેન્ટ ફસાતા ઇસીજીસી દ્વારા 80 ટકા પેમેન્ટ મંજુર કરાયુંમોરબી : કાગડા બધે જ કાળા હોવાની ઉક્તિ મુજબ સ્થાનિક માર્કેટની જેમ એક્સપોર્ટ બિઝનેસમાં પણ ઉધારીના નાણા ડૂબવાના અનેક કિસ્સાઓ વચ્ચે કેન્દ્ર સરકારના એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની પોલીસી લઇને જો ક્રેડિટ આપવામાં આવે તો ઉધારી ડૂબવાની શક્યતાઓ નહિવત રહે છે અને જો પૈસા ડુબે તો ૮૦% પેમેન્ટ ઇસીજીસી દ્વારા કરવામા આવે છે ત્યારે આવા જ એક કિસ્સામાં મોરબીના એક્સપોર્ટરનું પેમેન્ટ ફસાઈ જતા ઇસીજીસી દ્વારા રૂ.17,72,053નું પેમેન્ટ મંજુર કરવામાં આવ્યું હતું.એક્સપોર્ટ બિઝનેશમાં ઇસીજીસી એટલે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે માહિતી આપતા મોરબીના અગ્રણી એક્સપોર્ટર અને કેપેકસીલના સીનીયર વાઇસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, તેઓ તમામ એક્સપોર્ટરને ઇસીજીસી સિસ્ટમથી જ ક્રેડિટ આપવા અનુરોધ કરી રહ્યા છે.વધુમાં તેઓ ઉમેરે છે કે, એક્સપોર્ટ બિઝનેશમાં ઉધારી ડૂબવાના કિસ્સામાં ઇસીજીસી ની પોલીસી મારફતે જો ક્રેડિટ આપવામાં આવી હોય તો પેમેન્ટ ફસાવવાના કિસ્સામાં એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેના ૮૦% પેમેન્ટ ચુકવવામાં આવે છે જે અન્વયે મોરબીના આર્ટોસ ઇન્ટરનેશન એલેએલપી પેઢીના નાણાં વિદેશમાં ફસાઈ જતા ઇસીજીસી દ્વારા 80 ટકા પેમેન્ટ રૂપે રૂપિયા 17,72,053 રૂપિયાનો ચેક પેઢીના સંચાલકોને આપવામાં આવ્યો હતો.