વાંકાનેર : ગઈકાલે તા. 26ના રોજ વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રહેતા મૂળ પાટડી, બજાણાના 45 વર્ષીય ગોપાલભાઇ દેવાભાઇ દેત્રોજા એ અજાણ્યા કારણોસર પોતાની બાજુના રૂમમાં લોખંડના એંગલમાં સાડી બાંધી સાડીથી ગળે ફાંસો (ટુપો) ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.