મોરબી : મોરબીના ધૂળકોટ ગામે જમીન બાબતે અનુ. જાતિના યુવક ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવકની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય શખ્સો સામે એટ્રોસીટી હેઠળ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા મથકે ધૂળકોટ ગામના લાલજીભાઈ ભાણજીભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સરકારી ખરાબાની જમીન વાવતા હોય આ જમીન પડાવી લેવા જગદીશ જેરામભાઈ કાસુન્દ્રા, ભાવેશ જેરામભાઈ કાસુન્દ્રા અને ભાવેશના કાકાએ માથાકૂટ કરીને ઢીકાપાટુનો માર મારી કુહાડી લઈને પાછળ દોડયા હતા. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ત્રણે શખ્સો સામે એટ્રોસિટીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.