ચાર આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેતરનું પાણી બાજુના ખેતરમાં જતા શેઢા પાડોશી ચાર શખ્સોએ વાડી માલિકને ધારીયાના ઘા મારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં વાડી ધરાવતા પ્રવીણભાઇ પ્રભુભાઇ સોનગ્રાની વાડીનું પાણી બાજુમાં જ વાડી ધરાવતા ગોપાલભાઇ ઉકાભાઇ દલવાડીની વાડીમાં જતા આરોપી ઉકાભાઇ ગંગારામભાઇ દલવાડી, કેશવજીભાઇ નરશીભાઇ દલવાડી તથા મોતીલાલ નરશીભાઇ દલવાડી રહે. તમામ ચરાડવા ગામ વળાઓએ એક સંપ કરી પ્રવીણભાઈને ગાળો આપી મારમારી ધારીયા વડે હુમલો કરતા પ્રવીણભાઈને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે પ્રવિણભાઈ સોનાગરાએ ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.