હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે માં રાજલ ધામના આંગણે મહાસુદ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિત્તે નામાંકિત કલાકારોના સંગાથે ભવ્ય લોક ડાયરો યોજાશે. 'ચરાડવા ગામ એ જ રાજલધામ' તથા 'માં રાજલ ના બાલુડા' વોટ્સએપ ગ્રુપ દ્વારા મહાસુદ બીજ ની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલ તારીખ 22/1/2023 ને રવિવારે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં ખ્યાતનામ કલાકારો જીગ્નેશ બારોટ, પ્રિયાબેન પંચાલ, રશ્મિતાબેન રબારી, હર્ષદાન ગઢવી તથા વાઘજીભાઈ રબારી માતાજીના ગુણગાન ગાશે. આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકો વતી જાહેર આમંત્રણ પાઠવાયુ છે.