ફુવારાના પાણી ઉડવા અંગે મહિલા દ્વારા વળતી ફરિયાદ નોંધવાઈ હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ત્રણેક દિવસ પહેલા ફુવારાનું પાણી બાજુની વાડીમાં ઉડવા મામલે યુવાનને માર મારવા અંગે નોંધાયેલ ફરિયાદ બાદ સામાપક્ષે દંપતીને માર મરાયો હોવાની વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ચરાડવા ગામે રહેતા કંચનબેન ગણેશભાઈ જાદવે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે ગત તા.18ના રોજ તેમની વાડીમાં શેઢા પાડોશીના ફુવારાનું પાણી ઉડતું હોય જે બંધ કરવાનું કહેતા આરોપી નારાયણ કરમશીભાઈ દલવાડી, ધર્મેન્દ્રભાઈ કરમશીભાઈ દલવાડી, અમૃતભાઈ નારાયણભાઈ દલવાડી અને દિલીપભાઈ ઈશ્વરભાઈ દલવાડીએ એક સંપ કરી લાકડાના ધોકા વડે તેમને તથા તેમના પતિ ગણેશભાઈને માર માર્યો હતો. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.