મોરબી : ચાંચાપરમાં સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો મહિલાઓ હોવાથી મોરબી જિલ્લાના નાના એવા ગામ ચાંચાપરમાં સ્ત્રી સશકિતકરણની આનોખી મિશાલ જોવા મળી છે. ચાંચાપર ગામના સરપંચ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, ઉપસરપંચ હંસાબેન મનહરભાઈ ફેફર, સભ્યો હંસાબેન વિનોદભાઈ ભાલોડિયા, ચંદ્રિકાબેન જયસુખભાઈ વાછાણી, રીટાબેન દિલીપભાઈ સનિયારા, રાજશ્રીબેન દિપકભાઇ ભાલોડિયા, અનીતાબેન ખોળાભાઈ રાઠોડ, કાંતાબેન અમૃતભાઈ ચૌહાણ, છાયાબેન મનીષભાઈ હોથી, આ તમામ સમરસ થયેલ મહિલા પેનલ એ ચાંચાપર ગામનો આભાર વ્યક્ત કરતા ગત તારીખ 29/01/2022ના રોજ બપોરે 1:30 કલાકે ચાર્જ સાંભળ્યો હતો. આ ટકે ચાંચાપર ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી તથા સભ્યોએ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.