મોરબી: ભરતનગર ગામમાં નવરાત્રીના પાંચમા નોરતાની ઉજવણી ખૂબ જ ભવ્ય અને અનોખી રીતે કરવામાં આવી હતી. તા. 26/09/2055 ને શુક્રવારના રોજ બહેનોએ સિદસર બિરાજમાન મા ઉમિયાના કળશ લઈને ગરબે રમી એક આગવી પરંપરા રચી હતી.આ નોરતામાં ગામની તમામ બહેનોએ લાલ, લીલી કે ગુલાબી સાડી પહેરીને એકરૂપતા દર્શાવી હતી.આ રાસ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના મહિલા અધ્યક્ષ સરોજબેન મારડિયા અને તેમની મહિલા સમિતિની ટીમે વિશેષ મહેમાન તરીકે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. ભરતનગર ગામ દ્વારા સમાજ માટે કરવામાં આવેલ આ સાંસ્કૃતિક આયોજનને ખૂબ જ સરાહનીય ગણાવવામાં આવ્યું છે.