મોરબી : મોરબી તાલુકાના ભડિયાદ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભડિયાદ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરપંચ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ તથા ઉપસરપંચ જયંતીભાઈ ગોવિંદભાઈ અઘારા દ્વારા ગામમાં દિવાળી પહેલા દરેક એરિયામાંથી ઉકરડા અને કચરાનો નિકાલ કરી સ્વચ્છતા કરી અને વિસ્તારના લોકોને શેરી-મહોલ્લામાં સ્વચ્છતા જાળવવાની જાણકારી આપવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..