ગૌશાળા શરૂ થઈ ત્યારે આવેલી પ્રથમ ગાયે અંતિમ વિદાય લેતા લોકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી મોરબી : બગથળા ગામે ગૌશાળા શરૂ થઈ ત્યારે આવેલી પ્રથમ ગાય સુરદાસ હોય ગામના યુવાનો અને ગ્રામજનોએ આ ગૌમાતાની ભારે સેવાચાકરી કરી હતી ત્યારે આ ગૌમાતાએ અંતિમ વિદાય લેતા ગ્રામજનોએ ભાવભેર ગાયને સમાધિ આપી ભારે હૈયે શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. નકલંક દાદાનાં બગથળા ગામમાં અભિલાષા ગૌશાળામાં જ્યારથી ગૌશાળા ચાલુ થઈ ત્યારે જે પ્રથમ ગાય આવેલ તે ગાયનું નામ સુરદાસ રાખેલ હતું. હકીકતમાં આં ગાય સુરદાસ હતી. આ ગાયની આજ સુધી સેવા ગૌશાળાનાં યુવાનોએ કરી હતી.પણ આજ અષાઢી બીજનાં પવિત્ર દિવસે સુરદાસ ગાયે આજે તાં 20ને સવારે 7 કલાકે વિદાય લીધી હતી. આથી ભગવાનનાં પવિત્ર ધામમાં પ્રયાણ કરનાર આં પવિત્ર આત્માને સમાધિ આપવામાં આવી હતી અને બગથળા અભિલાષા ગૌસેવા મંડળ સહિતના ગ્રામજનોએ ગૌમાતાને સમાધિ આપી ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી.