આપના મોરબી સ્થિત કાર્યાલય ખાતે વિવિધ સરકારી યોજનાના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ, જેનો લાભ લેવા શહેરીજનોને અપીલ મોરબી : દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઇ કે જેને દિલ્હી સરકારના કામની અને લોકોના વિશ્વાસની જીત કહી શકાય સાથે-સાથે પ્રામાણિકતા શિક્ષા અને આરોગ્યની જીત પણ કહી શકાય. જે પરિણામે આજે આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં કરેલા કામો રાષ્ટ્રવ્યાપી રીતે લોકો સુધી પહોંચ્યા છે. જેના થકી લોકોને અહેસાસ થયો છે કે રાજનીતિના કે ચૂંટણીના મુદ્દા શું હોવા જોઈએ, પ્રજાનું હિત શેમાં રહેલું છે. આવનારી પેઢી કઈ રાજનીતિથી આગળ વધવા માંગે છે એ આ ચૂંટણી એ સ્પષ્ટ કરી દીધું છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ એવું જ કહી રહી છે કે અમારા સિવાયના રાજકીય પક્ષો પણ પ્રજા હિતની રાજનીતિ કરે અને પ્રજા હિતના મુદ્દાને ચૂંટણીના મુદ્દા બનાવે અને લોકોના જીવનમાં ફેરફાર લાવે એવી રાજનીતિનું નિર્માણ કરે. મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી ઘણા સમયથી સક્રિય છે અને મહાદેવભાઈ પટેલ-જિલ્લા પ્રમુખ, કનૈયાલાલ બાવરવા-જિલ્લા ઉપપ્રમુખ, રહીશભાઈ માધવાણી-જિલ્લા લીગલ સેલ પ્રમુખ તથા ભરતભાઈ બારોટ મોરબી અને બોટાદ જિલ્લાના પ્રભારી છે, તેઓએ પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી મોરબી શહેર અને જિલ્લાનું કામ હાથમાં લઈ અને શક્ય એટલા કામોને ન્યાય આપવામાં વહીવટી તંત્રને રજૂઆત કરી, તેને સાથે રાખીને યોગ્ય નિકાલ કરવામાં મોરબીની પ્રજાને મદદરૂપ બની છે અને બનતી રહેશે. અને કદાચ તેના જ ફળ સ્વરૂપે આમ આદમી પાર્ટી મોરબીનું સંગઠન ખૂબ જ ઝડપથી આગળ વધ્યું, બહુ મોટી એવી સંખ્યામાં વેલ એજ્યુકેટડ કાર્યકર્તાઓ છે કે જેઓ આમ આદમી પાર્ટીના તમામ કાર્યક્રમોને સફળતાપૂર્વક પાર પાડવા માટે કોઈ પણ સ્વાર્થ વિના રાષ્ટ્રભાવનાના ઉદેશ્ય સાથે ગમે ત્યારે તૈયાર હોય છે. આપના સંગઠનને એક આગળના સ્ટેજે લઈ જવા માટે અને આવનારી ચૂંટણીઓ માટે સજ્જ થવા માટે પ્રેસ કોન્ફ્રન્સમાં આપ દ્વારા મોરબીની જનતાને જાહેર અપીલ કરવા માંગે છે કે મોટામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ જોડાય અને મોરબી જિલ્લાના શહેરો માટે દરેક વોર્ડમાં વોર્ડ સમિતિની નિમણૂક કરવાની હોય, તાલુકા લેવલે અને જિલ્લા લેવલે પણ હોદ્દેદારોની નિમણૂક કરવાની હોય, વિવિધ સમિતિઓ બનાવવાની હોય તથા મોરબીની પ્રજાના સપનાના મોરબીનું નિર્માણ કરવાનું હોય ત્યારે જાહેર જનતાનું અમૂલ્ય યોગદાન ખૂબ જ અગત્યનું હોવાથી જે આમ આદમી પાર્ટીના સંગઠનને જોરશોરથી કામગીરી થઇ રહી છે, તેમાં મોટામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય અને ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે શહેર કે જિલ્લા લેવલે મોરબીવાસીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાનું અમુલ્ય યોગદાન આપે તેવી અપીલ વ્યક્ત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી માઇક્રો લેવલ પર પ્લાનિંગ કરી રહી હોય જે માટે ઉમિયા સર્કલ ખાતે આવેલ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં સંપર્ક કરી શકાશે. તેમજ કાર્યાલય પર સરકારી યોજનાઓ જેમ કે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહાય, વૃદ્ધ નિરાધાર સહાય તથા રાષ્ટ્રીય કુટુંબ સહાય જેવી યોજનાઓના ફોર્મ ભરવા તથા લાભાર્થીઓને અરજી કરવામાં સરળતા રહે, એના માટેની પણ કામગીરી ચાલુ છે. જેની માહિતી જરૂરિયાતમંદને આપવા વિનંતી કરાઈ છે. જેથી, વધુમાં વધુ લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓ પહોંચે. વધુ વિગત માટે કાર્યાલયના મોબાઈલ નંબર 70163 34273 પર સવારે ૯થી સાંજના ૬ વાગ્યા સુધી સોમથી શનિ દરમિયાન સંપર્ક કરી શકાશે.