મોરબી : અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે શનાળા બાયપાસ નજીક પાપાજી ફનવર્લ્ડ પાછળ આનંદનગરમાં આવેલ હનુમાનજીવાળી શેરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ વેળાએ ભૂલકાઓએ રામ, લક્ષ્મણ અને જાનકી બનીને સૌના મન હરી લીધા હતા. આ કાર્યક્રમને સૌને માણ્યો હતો. તેમ સામાજિક આગેવાન અબ્દુલભાઇ બુખારીની યાદીમાં જણાવાયું છે.