મોરબી : સરસ્વતી શિશુ મંદિરના નાના ભૂલકાઓ, પ્રવીણભાઈ, તેરા તુજકો અર્પણ ગ્રુપ તથા આમરણ ગામના આગેવાનો દ્વારા આમરણ ગામમાં આજે ચૈત્ર મહિનાની પ્રથમ નવરાત્રીના દિવસે કીડીઓને ખોરાક મળતો રહે તે માટે 261 નાળિયેરનું કીડિયારું પૂરીને 261 અલગ અલગ જગ્યાએ જંગલમાં બાવળ, બોરડીના ઝુંડમાં મૂકવામાં આવ્યા હતાં. જેના કારણે નાના જીવોને પોતાનો ખોરાક મળતો રહેશે.