મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 5 ફેબ્રુઆરી ને ગુરુવારના રોજ 660 ક્વિન્ટલ એટલે કે 3300 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1572 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 90 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. મગફળીના સૌથી ઉંચા ભાવ 1456 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 544, જીરુંના 4350, રાયડાના 1075, અડદના 1230, ચણાના 1049, એરંડાના 1250, તુવેરના 1586, બાજરાના 523, જુવારના 1100, સોયાબીનના 1116 અને રાયના 1190 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 900, ગુવારના 2000, ભીંડાના 900, ટમેટાના 340, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 300, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.