બંધ પડેલી બોલેરો અચાનક ચાલવા લાગી અને દીવાલ સાથે અથડાતા દીવાલ પડી ગઈ : મામાંના ઘેર આવેલી ભાણેજનું દીવાલ પડતા કરુણ મૃત્યુમોરબી : મોરબીના લાલપર ગામે વિચિત્ર બનાવ સામે આવ્યો છે. લાલપર ગામે ધાર વિસ્તારમાં ફળિયામાં પડેલી બોલેરો ગાડી અચાનક ચાલવા લાગ્યા બાદ દીવાલ સાથે અથડાતા મામાના ઘેર આવેલ સાત વર્ષની માસૂમ બાળકી ઉપર દીવાલ ધસી પડતા બાળકીનું કરુંણ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે ધાર વિસ્તારમાં રહેતા મુનાભાઈ લક્ષ્મણભાઈના ફળિયામાં બંધ પડેલી જીજે - 03 - એઝેડ - 9302 નંબરની બોલેરો ગાડી ગત તા.26ના રોજ સાંજના સમયે અચાનક રળવા લાગી હતી અને દીવાલ સાથે અથડાઈ હતી. બરાબર આજ સમયે મામાના ઘેર આવેલ મહેકબેન મનોજભાઈ કૈડ ઉ.7 રહે.લીલાપર ગામ, ગરુદેવ સોસાયટી નામની બાળકી ફળિયામાં રમતી હોય ધસી પડેલી દીવાલ મહેકબેન ઉપર પડતા શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ દુર્ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.