મોરબી : અયોધ્યા ખાતે આજે ભગવાન રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થનાર છે ત્યારે ગઈકાલે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ મોરબીના નગર દરવાજા ચોક ખાતે આયોજિત એક શામ રામ કે નામ સંગીત સંધ્યામાં મોરબીવાસીઓ રામનામમાં લિન બન્યા હતા.સમસ્ત હિન્દૂ સમાજ મોરબી, યંગઇન્ડિયા ગ્રુપ અને ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા મોરબી નગર દરવાજા ચોકમાં લાઈવ ઓરકેસ્ટ્રા સાથે યોજાયેલ સંગીત સંધ્યામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને રામમય બન્યા હતા.