મોરબી : મોરબીમાં આવેલા અજંતા-ઓરેવા ગ્રુપ દ્વારા સમૂહલગ્નના માંગલિક કાર્યમાં 60 નવદંપતીઓને આશરે રૂ. 4,00,000ની શુભેચ્છા ભેટ આપીને પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે. મોરબી-શકત સનાળા ખાતે આયોજિત ગંગા સ્વરૂપ સહાય સમિતિ, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શેઠ પી. જી. પટેલ કોલેજ, રામ યોગ કેન્દ્ર અને ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૬૦ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. આ માંગલિક સેવાકાર્યમાં અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદારરત્ન જયસુખભાઇ પટેલ દ્વારા 60 દીકરીઓને આશીર્વાદ રૂપે કુલ આશરે રૂ. 4,00,000 ની શુભેચ્છા ભેટ આપવામાં આવેલ હતી. અને આ સુંદર સેવાકીય આયોજનની પણ સરાહના કરી હતી. સમાજ સેવા સમિતિઓ, સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને પણ સુંદર સામાજિક કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓરેવા ગ્રુપ તરફથી દીપકભાઈ પારેખ અને દિનેશભાઈ એ હાજરી આપેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..