મોરબી : મોટી વાવડી ગામના સરપંચ જાડેજા ભગીરથસિંહ અને એમની ટીમ દ્વારા ગામજનોને કોરોનાથી બચાવા માસ્કનું વિતરણ કરાયું હતું અને કોરોનાથી બચવા શું કરવુ એ પણ ઘર-ઘર જઈને ભીડ વાળી જ્ગ્યાએ બેસવું નહીં, જરૂરી કામ હોય તો જ ઘરની બાહર જવું, માસ્ક પહેરીને ઘરની બહાર જવું સહિતના સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ પંચાયત દ્વારા માસ્ક પહેર્યા વગર ઘરની બહાર કોઈપણ માણસ નીકળશે, તો મોટી વાવડી પંચાયત ઘ્વારા રૂ. 100 દંડ કરવામાં આવશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.